192/27 તા.૦૭/૧૧/૧૯૦૦ને 'વિશ્વ સ્ટુડન્ટ દિવસ 'ના રાજકોટ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ૨.હ. અને વૃ.ત્રિ. કોટક કન્યા વિનય મંદિર, રાજકોટમાં " ડૉ. આંબેડકરજીના જીવન, દર્શન અને કાર્યો " વિષય પર વ્યાખ્યાન.

192/27  તા.૦૭/૧૧/૧૯૦૦ને  'વિશ્વ સ્ટુડન્ટ દિવસ 'ના રાજકોટ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ૨.હ. અને વૃ.ત્રિ. કોટક કન્યા વિનય મંદિર, રાજકોટમાં  " ડૉ. આંબેડકરજીના જીવન, દર્શન અને કાર્યો " વિષય પર વ્યાખ્યાન.

          બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરજીના પ્રથમ શાળા પ્રવેશ દિવસ તા.૦૭/૧૧/૧૯૦૦ને  'વિશ્વ સ્ટુડન્ટ દિવસ ' તરીકે ઉજવવામાં આવે છે તેને અનુલક્ષીને ચેર-સેન્ટર દ્વારા આ પ્રવેશ ઉત્સવ દિવસને ઉત્સાહ પૂર્વક ઉજવવા માટે અને બાબાસાહેબ વિશ્વના શ્રેષ્ઠ વિદ્યાર્થી હોય બધા જ માટે પ્રેરણારૂપ હોય આથી રાજકોટ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ૨.હ. અને વૃ.ત્રિ. કોટક કન્યા વિનય મંદિર, રાજકોટમાં ધોરણ-૯ થી ૧૨ની ૬૫૦ વિદ્યાર્થિનીઓ સાથે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો.

            કાર્યક્રમના પ્રારંભે 'વંદે માતરમ્ને ૧૫૦વર્ષ  પૂર્ણ થતા 'વંદે માતરમ્' રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું. તેમજ સ્વદેશી અપનાવવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં  લીધી. શાળાના પ્રિન્સીપાલ ડૉ. માલાબહેન કુંડલિયા શાળાનો સમગ્ર સ્ટાફ જેવા કે, ડૉ. ડિમ્પલબહેન રાઠોડ, શ્રીરાજેશભાઈ મકવાણા, શ્રીદુર્ગાબહેન પઢીયાર, શ્રીદિપાબહેન જાની અને શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો.

            ચેરના ચેરમેન દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા 'ભારતીય બંધારણ' પુસ્તક પુષ્પક દ્વારા મહેમાનોને સન્માનિત કર્યા હતા. ચેર-સેન્ટરના અધ્યાપક ડૉ. વિનેશભાઈ બામણીયા દ્વારા ડૉ. આંબેડકરજીના જીવન, દર્શન અને કાર્યો પરનું મનનીય વ્યાખ્યાન આપી સર્વને મંત્રમુગ્ધ કર્યા હતા.

            કાર્યક્રમના અંતે ઉપસ્થિતિ મહાનુભાવો શાળાનો સમગ્ર સ્ટાફ અને ચેર-સેન્ટરના સમગ્ર સ્ટાફ દ્વારા બાબાસાહેબની છબીને પુષ્પાંજલિ કરવામાં આવી શાળાની ૬૫૦ વિદ્યાર્થિનીઓએ પુષ્પાંજલિ કરીને બાબાસાહેબને નમન કર્યું. આ પ્રથમ શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને પેંડાનો ભીમપ્રસાદ દ્વારા મીઠા મુખ કરીને આનંદ કરીને વ્યક્ત કર્યો. શાળાની ૬૫૦ વિદ્યાર્થિનીઓ અને સમગ્ર સ્ટાફને ચેર -સેન્ટર દ્વારા  કલમ (પેન) ભેટમાં આપીને રાષ્ટ્રનિર્માણમાં ઉત્તમ યોગદાન આપવાનું સાધન- કલમ આપવામાં આવી.

            સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રીમતી ર.હ. અને વૃ.ત્રિ. કોટક કન્યા વિનય મંદિરના પ્રિન્સીપાલ, શાળાનો સમગ્ર સ્ટાફ તથા ચેર-સેન્ટરના સમગ્ર સ્ટાફ કાર્યક્રમને સફળ બનાવવામાં પુરુષાર્થ કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

          http://  https://www.facebook.com/share/p/17HxH49fRL/

           http://https://www.facebook.com/share/p/1BSYrA31Az/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

07-11-2025